👉 કોઈનાં નેટવર્કમાં કામ કરો અથવા પોતાનું નેટવર્ક બનાવો ! - (કપિલ સતાણી) - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Sunday, April 30, 2017

👉 કોઈનાં નેટવર્કમાં કામ કરો અથવા પોતાનું નેટવર્ક બનાવો ! - (કપિલ સતાણી)


એકવીસમી સદીમાં નેટવર્ક માર્કેટીંગ વ્યવસાય સમગ્ર વિશ્વમાં ઝડપી ગ્રોથ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ભારત અને ગુજરાતમાં પણ આ વ્યવસાય પ્રગતિનાં સોપાનો સર કરી રહ્યો છે. ભારત અને ગુજરાતમાં આ વ્યવસાય થકી અનેક લોકોએ પોતાના સ્વપ્નો પુરા કર્યા છે અને રોયલ લાઇફ જીવી રહ્યા છે. આજે વિશ્વમાં પશ્ચિમના દેશો આગળ હોવા પાછળના કારણ તરીકે નેટવર્ક માર્કેટીંગને જરૂરથી લઈ શકાય. અંદાજે સોએક વર્ષ જુના આ બિઝનેસને અમુક અમુક ગ્રહણ ચોક્કસ નડયું છે. જેમ કે ચિટક કંપનીઓ રુપિયા લઈને ગાયબ થઈ ગઈ, પણ FMCG કંપનીઓ આજે પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે.
આજે આપણે આપણી પાયાની જરુરીયાતો સંતોષવા માટે નોકરી, ધંધો અને પ્રોફેશનલ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ.નોકરી, ધંધો અને પ્રોફેશનલ વ્યવસાયે પાયાની જરુરીયાતો સંતોષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નોકરી, ધંધો અને પ્રોફેશનલ ક્યારેય ખોટા છે જ નહીં પરંતુ તેનાથી માણસ રોટી કપડાં અને મકાન જેવી જરુરીયાતો પુરી કરી શકે છે પણ વધતી મોંઘવારી અને બીજી જરુરીયાતો સંતોષવા વ્યક્તિએ એકસ્ટ્રા સમયમાં એકસ્ટ્રા કામ કરવું જ પડે છે.જો આમ નથી કરતા તો વ્યક્તિનો આર્થિક વિકાસ રૂંધાય છે. આજના સમયમાં એકસ્ટ્રા સમય અને એકસ્ટ્રા આવકનું ખૂબ જ મહત્વ છે. કારણકે દરેક વ્યક્તિ બહેતરીન જીવન જીવવા માંગે છે પણ વાસ્તવમાં આવું થતું નથી. શું ધોનીનું મુખ્ય કામ ક્રિકેટ હોવા છતાં તે એકસ્ટ્રા સમયમાં જાહેરાત કેમ કરે છે?
 શું અમિતાભ બચ્ચનનું મુખ્ય કામ અભિનય હોવા છતાં તે એકસ્ટ્રા સમયમાં જાહેરાત શા માટે કરે છે? ફિલ્મસ્ટારો અને ક્રિકેટરોની મુખ્ય આવક ખૂબ જ સારી હોવા છતાં પણ તે એકસ્ટ્રા સમયમાં જાહેરાત કરી પોતાની સાઈડ ઇન્કમ ઉભી કરી આર્થિક સિક્યોરિટી જાળવી રાખે છે.
 એક સામાન્ય ફોર વ્હીકલમાં પણ આપણે સ્પેર વ્હીલ રાખીએ છીએ પણ જિંદગીનું કોઇ સ્પેર વ્હીલ ખરું?
👉 નેટવર્ક માર્કેટીંગની તાકાત
નોકરી, ધંધા કે પ્રોફેશનમાં આપણે સમય આપીશું તો આવક આવશે જેવો સમય આપવાનું બંધ આવક તો આવક પણ બંધ. અન્ય ધંધા - વ્યવસાયમાં ખૂબ જ મોટું રોકાણ કરવું પડે છે અને રોકાણ કર્યા પછી પણ તેમાં સફળ થઈશું કે કેમ? એ એક મોટો યક્ષ પ્રશ્ર છે. રોકાણ અને સમયની બરબાદી કર્યા પછી વ્યક્તિ નિરાશામાં સપડાઈ જાય છે. નેટવર્ક માર્કેટીંગ વ્યવસાયમાં સમય અને આવકનો ગુણાકાર થાય છે. માની લો કે સરવાળામાં 10+10=20 થાય છે અને ગુણાકાર માં 10✖10=100 થાય.ગુણાકારમાં જે તાકાત છે તે સરવાળામાં નથી. અને એમાં પણ FMCG નેટવર્ક માર્કેટીંગ વ્યવસાય તેજી - મંદીની લપેટમાં આવ્યા વિના ચાલવા વાળો બિઝનેસ છે. માર્કેટનાં અન્ય વ્યવસાયો બધા જ લોકો ન પણ કરી શકે..! કારણ...... કારણકે અન્ય વ્યવસાયોમાં હેવી મુડી રોકાણ, શિક્ષણ અને જે તે વ્યવસાયને લગતું નોલેજ હોવું જરૂરી છે. આ ત્રણ પરિબળોનો સમન્વય હોય તો ટ્રેડિશનલ બિઝનેસ થઈ શકે જ્યારે નેટવર્ક માર્કેટીંગ બિઝનેસમાં હેવી મુડી રોકાણ, શિક્ષણ અને  નોલેજની ખાસ જરૂર પડતી નથી. વ્યક્તિ જ્યારે નેટવર્ક માર્કેટીંગ વ્યવસાયમાં ઝંપલાવે છે ત્યારે તેને સિસ્ટમ એજ્યુકેશન દ્વારા અને સ્વાનુભવ દ્વારા તે શીખતો જાય છે અને પ્રગતિનાં સોપાનો સર કરે છે.
(અપૂર્ણ) વધુ આવતા અંકે 

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad