◆ જીવનમાં ઉપયોગી થાય તેવા મહાપુરુષોના સુવિચારો ◆
◆ સત્ય પર આપણે સૌ ચાલતાં રહીએ, પરમેશ્વરને ન ભૂલીએ અને સૌ પર પ્રેમભાવ રાખીએ.
◆ હરિ આગળ છે, હરિ પાછળ છે,જ્યાં આપણી શક્તિ ખૂટશે ત્યાં એ પ્રગટ થશે.
◆સૂક્ષ્મતર દોષો ધ્યાનથી, ભગવતપ્રસાદથી,શાંતિ, નિર્ભયતા અને નમ્રતાથી દૂર થશે.
◆પ્રાર્થનાનું રહસ્ય આત્માના ઊંડાણમાં લીન થઈ જવાના પ્રયાસમાં છે.
◆આપણી પ્રત્યેક કૃતિ છીણી બનીને આપણા જીવનરૂપી પથ્થરને ઘડતી રહે છે.એટલે નાનામાં નાની વાતમાં પણ સજાગ રહેવું જોઈએ.
◆નિરંતર જાગૃત રહીને જે કોઈ ચિત્તની શુદ્ધિ કરતો રહેશે,તેના હાથે ઉત્તમ સેવા થશે.
◆જેનો દેહભાવ નાશ પામ્યો અને જેણે પોતાની તમામ વાસના, ભગવાનને સોંપી દીધી,એના ઘરનાં કામ ભગવાન પોતે કરે છે.
◆પરમેશ્વરના ચિંતનથી ચિત્તનું ચૈતન્ય થઈ જાય છે.ભક્તિયોગમાં આનો અનુભવ થાય છે.
◆યોગ એટલે પોતાની જાતની મુલાકાત.દુનિયામાં આપણને ઘણાની મુલાકાત થાય છે, આપણી નહીં.
◆આપણા પર સૌ કોઈનો હક્ક છે, પરંતુ આપણો ઈશ્વર સિવાય બીજા કોઈના પર હક્ક નહીં,આ વાત ધ્યાનમાં આવી જાય તો મનુષ્ય નિરંતર પ્રસન્ન રહેશે.
◆પરમેશ્વર થોડીક કસોટી કરે છે, વધારે નહિ,તેમાં તે ભાંગી પડ્યો,તો ભાંગી જ પડ્યો,જો બચી ગયો,તો પછી કરુણામયની કરુણા કામ કરવા માંડે છે.
◆આ દુનિયાનો ભાર આપણા પર નથી,એ તો જેની લીલા છે,તેના પર છે.આપણે તો આસપાસના વાતાવરણમાંજેટલી સુગંધ ફેલાવી શકીએ તેટલી ફેલાવવા પ્રયત્ન કરીએ.
◆હૃદયમાં રામ, મુખમાં નામ અને હાથમાં સેવાનું કામ- આજ છે આજની સાધના.
◆ભક્તિ અને અહંકારને ક્યારેય બને નહીં,ભક્તિમાં ઓછામાં ઓછી વાત છે અહંમુક્તિ, જ્યાં ' ખુદ ' ખતમ થાય,ત્યાં 'ખુદા' પ્રગટ થાય!
◆સત્ત-સંકલ્પ કરીએ,અવધિ નક્કી કરીએ અને કામે લાગીએ.
◆દુનિયામાં છે શું ? બે દિવસ તો રહેવું છે.વધુને વધુ પ્રેમ, સેવા અને ત્યાગ કરવો.
◆પ્રતિભા એટલે બુદ્ધિને સતત નવા નવા અંકુરો ફૂટે તે.નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ,જીવનની નવી દિશા આને કહીશું પ્રતિભા.
◆નિષ્ઠાની કસોટી ત્યારે થાય છે જ્યારે પોતાનાં સિદ્ધાંતો પર ચાલવા જતાં જોખમ દેખાય છે અને તકલીફ પડે છે.જેની સત્ય પર નિષ્ઠા છે,એ તો સત્ય માટે બધું સહન કરે છે.
◆કોઈકની ઈચ્છા દબાવવી તેનાં કરતાં તેની ઈચ્છા પૂરી કરવામાં આવે તો તેને આત્મસંતોષનો ઓડકાર આવે છે.
◆હું કોઈનો ઉદ્ધાર કરવાનો નથી, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે.◆उद्घेरदात्मनात्मानं नात्मानमवसादयेत
શ્રીમદ્દ ભગવદ્દગીતા અધ્યાય 6 શ્લોક 5
◆જેની જરૂર નથી તે ખરીદતા જ રહેશો તો જેની જરૂર છે તે પણ વેચવાનો વારો આવશે.-ચાણક્ય
◆ભૂલ કરો, પણ એકની એક તો નહીં જ ! -ઓશો રજનીશ
◆મિત્ર સાથે બેસવું સહેલું છે, પણ ઉભા રહેવું અઘરું છે.
◆બનો તો એવાં બનજો સાહેબ કે લોકો તમને છોડી શકે, પણ ભૂલી ન શકે !
◆હું મારી જાતનેદેશનો નેતા નથી માનતો પણ દેશનો સૈનિક માનું છું.
◆પોતાના માટે "રીયલ" બની જાવ બીજાના માટે આપો આપ "રોયલ " બની જશો.
◆ગરીબ સાથેનો નજીકનો સંબંધ પણ લોકો છુપાવે છે અને અમીર સાથેનો દૂર દૂરનો સંબંધ પણ લોકો રાડો નાખી નાખીને બતાવે છે.
◆જ્યાં લોકો તમને "દોડીને" નથી રોકી શકતાં ત્યાં લોકો તમને "તોડીને" રોકવાની કોશિશ કરતાં હોય છે!
◆પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો, મહેનત કરો, સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે !
◆કોઈને મદદ કરવાની હરીફાઈમાં દોડજો,જીતી જશો, કારણકે ત્યાં ખૂબ ઓછા લોકો દોડે છે !
◆દિવસમાં એક વખત પોતાની જાત સાથે વાત કરો,નહીંતર તમે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો ! -સ્વામી વિવેકાનંદ◆એકવાર અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચું તો દુઃખ થાય, અને દુઃખમાં વાંચું તો સુખ થાય.ભગવાન શ્રીકૃષ્ણએ લખ્યું " આ સમય પણ જતો રહેશે "
◆ અહીંયા ક્લિક કરો અને પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની PDF ફાઈલ ડાઉનલોડ કરો ◆
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI