CHANGE YOUR ATTITUDE AND CHANGE YOUR LIFE - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Friday, October 14, 2016

CHANGE YOUR ATTITUDE AND CHANGE YOUR LIFE

" એટીટ્યુડ (વલણ)"


જિવનમાં બહુ નિષ્ફળતાંનો સામનો કર્યો હોય તો એક વાર જરૂર વાંચજો...

5 વર્ષની ઉંમરમાં એનાં પિતાનું અવસાન...

16 વર્ષની ઉંમરમાં સ્કુલ છોડી...

17 વર્ષની ઉંમર સુધીમાં 4 જોબ છોડી ચૂકેલો...

18 વર્ષની ઉંમરે લગ્ન...

18 થી 22 વર્ષની ઉંમર વચ્ચે કન્ડક્ટરની જોબ પણ એમાંય સફળ ના ગયો...

આર્મી માં જોડાયો તો ત્યાં પણ ના ચાલ્યો...

કાયદાની સ્કુલમાં ભણવાં માટે અરજી કરી તો ત્યાં પણ સિલેક્ટ ના થયો...

ઇન્સ્યોરન્સ સેલ્સમેન બન્યો અને ત્યાં પણ નિષ્ફળ...

19 વર્ષની ઉંમરે તે પિતા બન્યો અને 20 વર્ષની ઉંમરે તેની પત્ની તેની નાની દિકરીને લઈને, તેને મૂકીને ચાલી ગઈ...

એક નાનાં એવાં કેફેમાં તેણે રસોઈયા અને વાસણો માંજનારની નોકરી ચાલુ કરી...

એની પોતાની દિકરીને લઈ જવામાં (કિડનેપ કરવામાં) તે નિષ્ફળ ગયો અને છેવટે તેની પત્નીને ઘરે લાવવામાં સફળ થયો...

65ની ઉંમરમાં તે રિટાયર્ડ થયો...

એનાં રિટાયરમેન્ટનાં પ્રથમ દિવસે ગવર્નમેન્ટે તેને 105 ડોલરનો ચેક આપ્યો...

એને એવું લાગ્યું જાણે ગવર્નમેન્ટ એમ કહેવાં માંગતી હોય કે
“એ પોતાની જરૂરીયાત પૂરી કરવા પણ સક્ષમ નથી..”

તે આખી જિંદગીમાં ક્યાંય સફળ નહોતો ગયો, એને એનું જિવવું બેકાર લાગ્યું, તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું,...

એક ઝાડ નીચે એ પોતાની વસીયત લખવા માટે બેઠો પણ તેણે ત્યાં વસીયત લખવાને બદલે એ લખ્યું જે એની લાઈફમાં એણે સંપૂર્ણપણે કરેલું હતું... ત્યારે તેને સમજાયું કે હજી તેને ઘણું બધું કરવાનું બાકી હતું એની લાઈફમાં...
એ જાણતો હતો કે એક વસ્તુ તે કોઈનાં પણ કરતાં સારી રીતે કરી શકતો હતો અને એ હતું – રાંધવાનું (how to cook)..

ગવર્નમેન્ટે આપેલાં એ ચેકમાંથી એણે 87 ડોલર ઉપાડ્યાં અને થોડું ચિકન લઈને એને આવડતી રેસીપી બનાવી અને અને એ Kentucky (કેન્ટુકી – અમેરીકાનું એક રાજ્ય)માં તેમની આસ-પડોસમાં રહેતાં લોકો પાસે જઈને ડોર ટુ ડોર એ વેચીને પૈસાં કમાવવાં લાગ્યો...

65 ની ઉંમરમાં જે વ્યક્તિ આત્મહત્યા કરી લેવા તૈયાર હતો, 88 વર્ષની ઉંમરમાં કોલોનેલ સેન્ડર્સ નામનાં એ માણસે Kentucky Fried Chicken (KFC) નું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું જેણે એને કરોડોપતિ બનાવી દીધો અને તમે જોઈ શકો છો એમ એના ગયાં પછી પણ હજી એણે ઊભું કરેલું એમ્પાયર આખાં વિશ્વમાં ફેલાયેલું છે...

MORAL of the Story –
શરૂઆત કરવાં માટે કોઈ દિવસ ‘મોડું થઈ ગયું’ એમ વિચારવું નહીં. બધું તમારાં attitude વલણ પર નિર્ભર છે...
તમારામાં પણ કોઈ એવી ખાસીયત હોય જ છે જે તમને સફળ બનાવી જ શકશે... એને જાણવાનો પ્રયત્ન કરો. એ બીજાંથી અલગ જ હશે અને જે દિવસે એ અન્યથી અલગ આવડત લઈને તમે મહેનત ચાલુ કરશો ત્યારે તમને પણ સફળતાની ઊંચાઈ સુધી પહોંચવાં માટે કોઈ નહીં રોકી શકે...

Laxs_Attitude
જ્યાં સુધી તમે successful નથી થતા
ત્યાં સુધી તમારા  struggle ની વાતો માં કોઈ ને રસ હોતો નથી.!!








No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad