આનંદનગર પ્રાથમિક શાળામાં ધોરણ 7 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો. - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Wednesday, May 8, 2019

આનંદનગર પ્રાથમિક શાળામાં ધોરણ 7 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો.


                       
                 સાયલા તાલુકાની શ્રી આનંદનગર પ્રાથમિક શાળામાં તા.4-5-2019 નાં રોજ વિદાય સમારંભ યોજાયો હતો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ધોરણ 7 માં ભણતાં તમામ  વિદ્યાર્થીઓને  શાળા પરિવાર તરફથી શુભેચ્છા પત્ર અને  દિવાલ ઘડિયાળ સપ્રેમ ભેટ આપવામાં આવી હતી તો બીજી તરફ ધોરણ 7 નાં બાળકો દ્વારા  પણ શાળા અને શિક્ષકશ્રી કપિલભાઈ સતાણીને  પણ ભેટસોગાદ આપવામાં આવી હતી.પ્રસ્તુત કાર્યક્રમમાં ધોરણ 7 માં ભણતાં વડોદિયા રોહિત, ભોજવિયા વિશાલ, વડોદિયા ચેતુએ શાળા સાથેના મધુર સ્મરણો વક્તવ્ય દ્વારા વ્યક્ત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઉપ સરપંચ નકુભાઈ,SMC અધ્યક્ષ ઘુઘાભાઈ મેર, SMC સભ્યો સર્વ કુકાભાઈ મેર, સોમાભાઈ ભોજવિયા,પ્રભુભાઈવકાતર,જોરુભાઈભોજવિયા,રણછોડભાઇઆલ,શામજીભાઈવડોદિયા,અરવિંદભાઈ ભોજવિયા તથા બહોળી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું  આયોજન અને સંચાલન કપિલભાઈ સતાણીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી ભરતભાઇ તરાળ, સુરેશભાઈ પટેલિયા, સુરજબેન રાઠોડ, ચંપાબેન ગરાસિયા તેમજ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad