સાયલા તાલુકાની શ્રી આનંદનગર પ્રાથમિક શાળામાં તા.4-5-2019 નાં રોજ વિદાય સમારંભ યોજાયો હતો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ધોરણ 7 માં ભણતાં તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પત્ર અને દિવાલ ઘડિયાળ સપ્રેમ ભેટ આપવામાં આવી હતી તો બીજી તરફ ધોરણ 7 નાં બાળકો દ્વારા પણ શાળા અને શિક્ષકશ્રી કપિલભાઈ સતાણીને પણ ભેટસોગાદ આપવામાં આવી હતી.પ્રસ્તુત કાર્યક્રમમાં ધોરણ 7 માં ભણતાં વડોદિયા રોહિત, ભોજવિયા વિશાલ, વડોદિયા ચેતુએ શાળા સાથેના મધુર સ્મરણો વક્તવ્ય દ્વારા વ્યક્ત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઉપ સરપંચ નકુભાઈ,SMC અધ્યક્ષ ઘુઘાભાઈ મેર, SMC સભ્યો સર્વ કુકાભાઈ મેર, સોમાભાઈ ભોજવિયા,પ્રભુભાઈવકાતર,જોરુભાઈભોજવિયા,રણછોડભાઇઆલ,શામજીભાઈવડોદિયા,અરવિંદભાઈ ભોજવિયા તથા બહોળી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કપિલભાઈ સતાણીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી ભરતભાઇ તરાળ, સુરેશભાઈ પટેલિયા, સુરજબેન રાઠોડ, ચંપાબેન ગરાસિયા તેમજ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
Post Top Ad
Ads
Wednesday, May 8, 2019
Home
શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો
આનંદનગર પ્રાથમિક શાળામાં ધોરણ 7 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો.
આનંદનગર પ્રાથમિક શાળામાં ધોરણ 7 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો.
Tags
# શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો
About KAPIL SATANI
નામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી
શોખ:-વાંચન, લેખન, પ્રવાસ
◆હાલની પ્રવૃતિઓ:-
(1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ
(2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ
(3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક
(4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા
◆પ્રકાશિત પુસ્તકો:-
(1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ)
(2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા)
◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.
Newer Article
શ્રી સુરકા પ્રા. શાળા ખાતે ગાંધી જયંતિ નિમિતે આરોગ્ય કીટ વિતરણ સમારોહ યોજાયો.
Older Article
સમસ્ત પ્રજાપતિ સમાજનાં બાળકો માટે ધોરણ 10 અને 12 પછી શું કરવું સેમિનાર યોજાયો.
Labels:
શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI