શ્રી આનંદનગર પ્રાથમિક શાળા આયોજિત અને શ્રી જાયન્ટ્સ ગૃપ ઓફ બોટાદના આર્થિક સહયોગથી તા.6/3/2019 ના રોજ પગરખાં વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રાર્થના સમારોહથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ પુલવામા હુમલામાં શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા સ્વાગતગીત કરવામાં આવ્યું અને ત્યારબાદ પધારેલાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ શાળાનાં બાળકોને મહાનુભાવોનાં વરદ હસ્તે પગરખાં વિતરણ કરવામાં આવ્યાં હતાં.ત્યારબાદ મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતાં.અને અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
આ સમારોહમાં શ્રી જાયન્ટ્સ ગૃપ ઓફ બોટાદના પ્રમુખશ્રી અમિતભાઇ વડોદરીયા,રતિલાલ ગજેરા, કેતનભાઈ રોજેસરા, કાનજીભાઈ કળથીયા,વિજયભાઈ રોજેસરા, દિપકભાઈ માથુકિયા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી મુળજીભાઈ પરાલિયા, નોલી પગારકેન્દ્ર શાળાનાં આચાર્ય વનરાજભાઈ ખાચર, નોલી C.R.C કો. ઓર્ડીનેટર અશોકભાઈ સિંધવ તથા મોટાભડલા સરપંચ વિનુભાઈ મેર ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર સમારોહને સફળ બનાવવા પ્રોજેક્ટ કન્વીનર કપિલભાઇ સતાણીએ અને શાળાના આચાર્ય ભરતભાઇ તરાળ,સુરેશભાઈ પટેલિયા,સુરજબેન રાઠોડ અને ચંપાબેન ગરસિયાએ તેમજ S.M.Cનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI