બાળક હોવું...(સંપાદકીય) - કપિલ સતાણી - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Thursday, May 27, 2021

બાળક હોવું...(સંપાદકીય) - કપિલ સતાણી

         બાળક હોવું એનાથી સૌભાગ્યની વાત બીજી કઈ હોઈ શકે ? જિંદગીનુ એક ચરણ એટલે બાળકત્વ . ભગવાને શાંતિના દૂત તરીકે બાળકનું આ દુનિયા પર અવતરણ કર્યું . જીવનકાળ દરમિયાન " બાળપણની અવસ્થા અલભ્ય અને અણમોલ અવસ્થા છે. ઉમાશંકર જોષીનું વાક્ય યાદ આવે છે કે " મોટા ની અલ્પતા જોઈને થાક્યો છું ! હવે તો નાનાની મોટાઈ જોઈને જીવુ છું " એક વાત તો સનાતન સત્ય છે કે બાળપણ ફરીવાર નથી મળવાનું!! એક બાળક પોતે પોતાની મસ્તીથી , અલગ અંદાજથી , આ દુનિયાને ઘણું શીખવતો હોય છે પણ આપણે મોટેરાઓએ ક્યારેય તેમને અલગ અંદાજમાં જોયા છે ખરાં ? કૃષ્ણનાં બાળપણને આજે પણ ગોકુળ અને વૃંદાવન તેમજ સમગ્ર ભારત વંશ યાદ કરે છે , કેટલું  નિરાળુ અને અદભુત બાળપણ હશે કૃષ્ણનું ? આપણે ... પણ એક દિવસ બાળક હતાં !! દુનિયામાં ઈશ્વરનો સૌથી મોટો કોઈ ચમત્કાર હોય તો એ બાળ જન્મ ઘટના ! મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે “ વિશ્વમાં એક પણ બાળક દુ:ખી હશે ત્યાં સુધી એકેય શોધ મહાન નથી કે એકેય પ્રગતિ અસાધારણ નથી ” આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો આ વિચાર હૃદયમાં ખળભળાટ મચાવી દે તેમાં શંકાને સ્થાન નથી.



 રાજેશ વ્યાસની એક પંક્તિ યાદ આવે કે 

 " કાચો છું તો સમજણ આપ , 

    કાંતો પાછું બચપણ આપ."

             બાળકો જ આ રાષ્ટ્રનું સોનુ છે આ સોનાને આપણે યોગ્ય આકાર નહિં આપીએ ત્યાં સુધી આ રાષ્ટ્ર અશોભાયમાન રહેશે આ દિશામાં એક નાનકડો સાર્થક પ્રયાસ કરીએ ... 

2 comments:

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad