શ્રી સુરકા પ્રા. શાળા ખાતે ગાંધી જયંતિ નિમિતે આરોગ્ય કીટ વિતરણ સમારોહ યોજાયો. - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Wednesday, October 2, 2019

શ્રી સુરકા પ્રા. શાળા ખાતે ગાંધી જયંતિ નિમિતે આરોગ્ય કીટ વિતરણ સમારોહ યોજાયો.


               

               ગઢડા તાલુકાની  સુરકા પ્રા. શાળા ખાતે    ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે  જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદની આર્થિક સહાયથી આરોગ્ય કીટ વિતરણ સમારોહ યોજાયો. હાલ ગાંધીજીની 150 મી જન્મ જ્યંતી ચાલી રહી છે ત્યારે તેને અનુલક્ષીને બાળકોમાં સ્વચ્છતાની ટેવો પડે અને તેનું આરોગ્ય નિરોગી રહે તે હેતુસર જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા આરોગ્યને લગતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અધ્યક્ષ તરીકે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરજીભાઈ વાનાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ગઢડા કેળવણી નિરીક્ષક શ્રી ભરતભાઈ ડાબસરા સાહેબ, શિક્ષણ શાખા હેડ ક્લાર્ક કાળુભાઈ ગિડિયા,ઉગામેડી ક્લસ્ટર સી.આર.સી કૉ. ઓર્ડીનેટર હરેશભાઈ અબિયાણી, ઉગામેડી પગારકેન્દ્ર  શાળાના આચાર્ય જગદીશભાઈ પરમાર, સુરકા ગ્રામ પંચાયત સરપંચ મુળજીભાઈ ડેરવાળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ભીખાભાઈ સોલંકી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું,ત્યારબાદ સ્વાગતગીત અને પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી  સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરજીભાઈ વાનાણી, કેળવણી નિરીક્ષક ભરતભાઈ ડાબસરા અને મહાનુભાવોના  હસ્તે બાળકોને આરોગ્ય કીટ વિતરણ કરવામાં આવી હતી. જાયન્ટ્સ ગ્રુપના કાર્યો અંગે વનરાજભાઈ વાસાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ હરજીભાઈ વાનાણી, ભરતભાઈ ડાબસરા,હરેશભાઈ અબિયાણી, અને જગદીશભાઈ પરમારે પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા.શ્રી સુરકા પ્રા. શાળા તરફથી જાયન્ટ્સ ગ્રુપ બોટાદને આભારપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું જે પ્રતિનિધિરૂપ  સી. આર.સી. કો. ઓર્ડીનેટર હરેશભાઈએ સ્વીકાર કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સુરેશભાઈ લકુમ દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કપિલભાઈ સતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને  સફળ બનાવવા  મનસુખભાઈ પરમાર, રોહિતભાઈ રાવલ અને રાજેશભાઈ વેલાણીએ તેમજ ટીમ સુરકાએ જહેમત ઉઠાવી હતી.

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad