ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો સુરેશભાઈ લકુમ અને વનરાજભાઈ વાસાણીના માર્ગદર્શન તળે ધ્વજવંદન વિધિ ગામની દીકરીના હસ્તે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ભીખાભાઈ સોલંકી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, નાટક અને વક્તવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ મુળજીભાઈ ડેરવાળીયા, ઉપસરપંચ,ગઢડા તાલુકા પંચાયત શિક્ષણ શાખાના અધિકારી કાળુભાઈ ગિડિયા, ઉગામેડી ક્લસ્ટર કો. ઓર્ડીનેટર હરેશભાઈ અબિયાણી,ગામનાં આગેવાનો, વડીલો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને મધ્યાહન ભોજન સંચાલક ભાનુબેન ગિડિયા તરફથી પેન અને શાળાના શિક્ષક રોહિતભાઈ રાવલ તરફથી નોટબુક આપવામાં આવી હતી.કાર્યક્રમની આભારવિધિ મનસુખભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.વિધાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના શિક્ષક રાજેશભાઈ વેલાણી, રોહિતભાઈ રાવલ અને ઉમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કપિલભાઈ સતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહીંયા ક્લિક કરો અને પ્રાર્થના સભા આયોજન બુક જુઓ.
અહીંયા ક્લિક કરો અને પ્રાર્થના સભા આયોજન બુક જુઓ.
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI