સમસ્ત પ્રજાપતિ સમાજનાં બાળકો માટે ધોરણ 10 અને 12 પછી શું કરવું સેમિનાર યોજાયો. - KAPIL SATANI

textgram_1535992147

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Post Top Ad

Ads

Wednesday, May 8, 2019

સમસ્ત પ્રજાપતિ સમાજનાં બાળકો માટે ધોરણ 10 અને 12 પછી શું કરવું સેમિનાર યોજાયો.

Screenshot_2019-04-17-09-24-35-634_com.google.android.apps.docs


                     શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા અને શ્રી સમસ્ત પ્રજાપતિ સમાજ બોટાદના સંયુક્ત ઉપક્રમે તા.14/4/2019 ને રવિવારના રોજ શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 પછી શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન અને પૂર્વભૂમિકા યુવાસર્જક  કપિલભાઈ સતાણીએ આપી હતી.ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ પ્રજાપતિ IAS અધિકારી અને નિવૃત કલેક્ટર એચ. બી. વરિયા સાહેબ, શિક્ષણ સેતુ સામયિકના તંત્રીશ્રી ડૉ. સંજય કોરિયા અને પ્રકાશ ભીમાણી , ભૂપતભાઈ પ્રજાપતિ (ટ્રસ્ટી, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ), દિલીપભાઈ પ્રજાપતિ ( આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ, મીરજાપુર કોર્ટ)જ્ઞાતિ પ્રમુખ મગનલાલ પરમાર,ઈશ્વરભાઈ મેખિયા, બાબુભાઈ તલસાણીયા, અનિલભાઈ મસોયા, કાળુભાઇ રાઠોડ,કાળુભાઇ પરમાર, શામજીભાઈ ચડોતરા,જે.ડી. મેખિયા,રાજેશભાઈ માથુકિયા તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.એચ. બી.વરિયા સાહેબે વિદ્યાર્થીઓને ધ્યેય નક્કી કરવા અને માનસિક સજ્જતા કેળવવા હાકલ કરી હતી.પ્રસ્તુત કાર્યક્રમમાં સહજ સ્ટુડિયો ,સહજાનંદ એર ક્રિએશન અને ભક્તિ સાઉન્ડે જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી. કાર્યક્રમની આભારવિધિ દિલીપભાઈ ભલગામીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ સતાણીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સમસ્ત પ્રજાપતિ યુવા શિક્ષણ સમિતિએ જહેમત  ઉઠાવી હતી.

Post Top Ad