અમે નાનાં નાનાં બાળ છીએ - કપિલ સતાણી - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Sunday, September 2, 2018

અમે નાનાં નાનાં બાળ છીએ - કપિલ સતાણી

આ ગીત વિધાર્થીઓને પ્રાર્થનાસભામાં વારંવાર ગવરાવી તેમનામાં સ્વાભિમાન ઉભું કરી શકાય છે . આ ગીતમાં અભિનય પણ થઈ શકે છે . 
અમે નાનાં નાનાં બાળ છીએ,
શિક્ષકનાં અમે વ્હાલાં છીએ.

સમયસર શાળાએ જનારા,
શિક્ષક ભણાવે તેમાં ધ્યાન દેનારા.

શાળામાં અમે ન લડનારા,
ભાતૃભાવના અમે ખીલવનારા.

સર્વ ઝાડછોડને સંભાળનારા,
શિક્ષકોની વાત સાંભળનારા.

ભણી ગણીને સમજુ બનીએ,
કુટુંબનું નામ રોશન કરીએ.

રાષ્ટ્રનું ઉર્ધ્વકિરણ બનીએ,
કિરણ બનીને પ્રેમ કરીએ.
                   - કપિલ સતાણી 


No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad