ગઢડા તાલુકાના વાવડી ગામે યોજાઈ વાંચન શિબિર - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Ads

Sunday, August 19, 2018

ગઢડા તાલુકાના વાવડી ગામે યોજાઈ વાંચન શિબિર


     સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ અને વાવડી પ્રા શાળા(ગઢડા)નાં સંયુક્ત ઉપક્રમે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને ગામનાં યુવાનોમાં મૌલિકતા, સર્જનાત્મક અને નવિન વિચાર પ્રવાહ વિકસે તે હેતુસર બે દિવસીય વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 11/8/2018 ને શનિવારનાં રોજ બપોર પછી આ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં આચાર્ય મહેશભાઈ મહેતા દ્વારા વાંચન શિબિરની પૂર્વભૂમિકા અંગે માહિતી આપી હતી. જેમાં વિધાર્થીઓ અને ગામનાં યુવાનો, આગેવાનો, વડીલો સ્વેચ્છાએ જોડાયા હતા અને વિવિધ પ્રકારનાં પુસ્તકોનું વાંચન કર્યું હતું. વાંચનની સાથે સાથે ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા પણ રાખવામાં આવી હતી. તા. 12/08/2018 ને રવિવારનાં રોજ વાંચન શિબિરમાં બોટાદકર કોલેજનાં પૂર્વ પ્રાધ્યાપક ભારતસિંહ ઝાલા, બોટાદનાં યુવાસર્જક અને શિક્ષક કપિલ સતાણી તથા સાહિત્યપ્રેમી અને વાંચનપ્રેમી હસમુખભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કપિલ સતાણીએ વિધાર્થીઓને વાંચનનાં મહત્વ વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું તો ભારતસિંહ ઝાલાએ મહર્ષિ અરવિંદનાં જીવન અને કાર્યો-પ્રવૃતિ અંગે સરળ વક્તવ્ય આપ્યું હતું. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનનાં કિરીટભાઈ શુક્લ, ઉષાબેન ભટ્ટ, શીતલબેન પરમાર દ્વારા વાંચન શિબિરનાં આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં યુવા આચાર્ય મહેશભાઈ મહેતા અને સમગ્ર શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad