બોટાદ ગુર્જર પ્રજાપતિ સમાજ અને બોટાદ ગુર્જર ફ્રી ટયુશન કલાસીસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે વિધાર્થી ઈનામ વિતરણ અને દાતાઓનો સન્માન સમારંભ રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં સમાજ આગેવાનો, વાલીઓ,બહેનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં વિશેષ સિદ્ધી મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ફ્રી ટયુશન કલાસીસ ચલાવવામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજનું ગૌરવ અને યુવા લેખક - મોટીવેશનલ સ્પીકર ડૉ. સંજય કોરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મગનભાઈ પરમાર, બાબુભાઈ મુળિયા, રવજીભાઇ તલસાણીયા, જે. ડી. મેખિયા, અનિલભાઈ મસોયા, પ્રભુદાદા પરમાર, શામજીભાઇ ચડોતરા, કાંતિભાઈ પરમાર, કેશુભાઈ મોરી, વગેરે જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્રી ટયુશન કલાસીસની પૂર્વભૂમિકા કપિલભાઇ સતાણીએ આપેલ હતી. આ ઉપરાંત ડૉ. સંજય કોરિયા, બોટાદ ગુર્જર પ્રજાપતિ સમાજ પ્રમુખ મગનભાઈ પરમાર અને એડવોકેટ અનિલભાઈ મસોયાએ પ્રાસંગિક પ્રવચનો આપેલ. કાર્યક્રમની આભારવિધિ નિલેશભાઈ હળવદિયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપકભાઇ માથુકિયાએ કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ ગુર્જર પ્રજાપતિ ફ્રી ટયુશન કલાસીસ સમિતિનાં અશોકભાઈ ચડોતરા, ધીરુભાઈ મોરી, દિલિપભાઈ ગોદાવરીયા, મુકેશભાઈ પઢીયાર, જિજ્ઞેસભાઈ મંડલી, મનીષભાઈ વાધેલા, સુરેશભાઈ ચડોતરા વગેરેએ જહેમત ઉઠાવેલ.
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI